Inconsumercomplaints.com » Miscellaneous » Review / complaint: Bajaj Platina - Not proper response | News #115011

Bajaj Platina
Not proper response

Dear Sir,

હું ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં રહું છું. બીજી ઓક્ટોબર 2006ના રોજ મેં મહેસાણાના ગુડલક બજાજ શો-રૂમમાંથી બજાજ પ્લેટીના બાઈક (GJ-2-AH-6278) ખરીદ્યું હતું. આ બાઈક ખરીદતી વખતે મેં આપની બજાજ ફાયનાન્સ કંપનીની લોન લીધી હતી. જેની કાર્યવાહી આ જ શો-રૂમમાં આવેલી આપની કચેરીમાંથી કરી હતી.

બે વર્ષ સુધી મારે ચૂકવવાના થતા હપ્તા મેં હંમેશાં સમયસર ચૂકવ્યા છે. એક પણ વખત મારો ચેક બાઉન્સ થયો નથી કે હપ્તો ચૂકવવામાં કોઈ વિક્ષેપ પડ્યો નથી.

મારો છેલ્લો હપ્તો ઓક્ટોબર 2008માં ચૂકવાઈ ગયો છે.

છતાં પણ લોનની રકમ પૂરેપૂરી ચૂકવાઈ ગઈ છે કે કેમ? લોનની રકમ ચૂકવાઈ ગયા બાદ હવે મારે મારા બાઈકની પાસબુક તથા NOC મેળવવા શું કાર્યવાહી કરવી પડશે અને ક્યારે મળશે? વગેરે પ્રશ્નો મારા મનમાં ઉદભવ્યા હતા.

જેની માહિતી તથા યોગ્ય માર્ગદર્શન મેળવવા હું 20-10ના રોજ ગુડલક બજાજ - મહેસાણા સ્થિત આપની ઓફિસે ગયો હતો..

હું ત્યાં ગયો ત્યારે આપની કચેરીમાં કોઈ જ વ્યક્તિ હાજર ન હોઈ મેં પૂછપરછ કરતાં મને જાણવા મળ્યું કે તેઓ ક્યારે આવે તેનું કંઈ જ નક્કી નહીં. કદાચ એકાદ-બે કલાકમાં આવશે!

જેથી હું આપની કચેરીના કોઈ જવાબદાર વ્યક્તિ આવે તેની રાહ જોઈને ત્યાં બેસી રહ્યો. અડધો કલાક બાદ ત્રણેક વ્યક્તિ આવ્યા અને તેમણે હું કેમ ત્યાં બેઠો છું તે પૂછવાની કે જાણવાની દરકાર પણ ન કરી અને હપ્તા ભરવાનું ચૂકી ગયેલા એક વ્યક્તિના નાણાં સ્વીકારવામાં તેમજ કમ્પ્યુટર ઉપર ગેમ રમવા જેવા કામોમાં વ્યસ્ત થઈ ગયા હતા.

મેં તેમને મારા બાઈકની લોનના સ્ટેટસ વિશે જાણવા પૂછપરછ કરતાં તેમણે ઉદ્ધત જવાબો આપીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, એ માટે તમે અમારી અમદાવાદ ઓફિસનો સંપર્ક કરો અથવા તો ટોલ-ફ્રી નંબર ઉપર વાત કરો. અમારી આ ઓફિસમાંથી આ બાબતની કોઈ જાણકારી મળી શકે નહીં. જેથી મેં આ ઓફિસની દિવાલ ઉપર લખેલા તમારી અમદાવાદ કચેરીનો નંબર મારા મોબાઈલ પરથી ડાયલ કરતાં કોઈ રિસીવ કરતું નહોતું. ટોલ-ફ્રી નંબર પણ લાગતો નહોતો.. સતત દોઢેક કલાક સુધી બંને નંબરો ડાયલ કરવા છતાં કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.. આ જ પ્રમાણે મારી હાજરીમાં આવેલા અન્ય બે-ત્રણ ગ્રાહકો સાથે પણ આવું જ વર્તન થયું હતું.

આપની પ્રતિષ્ઠિત કંપની માટે આ કેટલી હદે યોગ્ય છે?

જો આપ સાહેબ આ બાબતે ગ્રાહકના રૂપમાં આવીને ઓચિંતી તપાસ હાથ ધરશો તો તમને જાણ થશે કે આ જગ્યાએ બેસેલા લોકોના બેજવાબદારી ભર્યા વર્તનથી આપની કંપનીની શાખને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે.

મારા બાઈકની પાસબુક અને NOC મને કઈ રીતે અને ક્યારે મળી શકે તે બાબતે પણ જાણ કરવા વિનંતી છે.

આભાર.

(I have been bought a bajaj platina bike from your dealer of Mehsana (GoodLuck) on 2nd Octomber.

I bought this bike (GJ-2-AH-6278) whith loan of bajaj finance ltd. at this showroom.

My all EMI is paid regularly. After last EMI is paid I was gone to your local branch (at Goodluck bajaj Mehsana) on 20-10. There is no any person to here me. Someone tell me, they are not regular presents, after half hour they come.

I ask them for my loan status. They reply 'You have to contact Ahmedabad office or tollfree number'. It is not possible from here & we are not responsible for it.

I was very much shocked.

Now how can I know about the process after my loan is paid completely, when I got my bike’s passbook & NOC?

Your mehsana office is for only recovery?

If every customer is treated like this what will happen to your company's Goodwill.)

Thanks.


Company: Bajaj Platina

Country: India

Category: Miscellaneous

0 comments

Information
Only registered users can leave comments.
Please Register on our website, it will take a few seconds.




Quick Registration via social networks:
Login with FacebookLogin with Google